Friday, May 21, 2010

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

એક નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !
શાનદાર
નોકરીના ધંધાદારી જીવનમાં આવી ગયો !
પણ
, કોલેજની સ્વૈરવિહારી જીંદગી ક્યાં ગઈ ?
ઝીણાં
ખિસ્સા ખર્ચમાંથી પગારની મોટી રકમ પર આવી ગયો,
પણ
, આનંદમાં ઘટાડો કેમ થયો ?
થોડાંક
સ્થાનિક જીન્સ પરથી ઘણાં બ્રાન્ડેડ જીન્સ કબાટમાં આવી ગયા,
પણ
, તે પહેરવા માટે વ્યક્તિઓ ઘટી કેમ ગયા ?
સમોસાની
નાનકડી પ્લેટ પરથી મોટા પીત્ઝા કે બર્ગર આવી ગયા,
પણ
, ખાવાની ભૂખ કેમ ઘટી ગઈ ?


રાત્રે
ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,
એક
નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !


કાયમ
રીઝર્વમાં રહેતી બાઈકની પેટ્રોલટાંકી આજકાલ ફૂલ થઈ ગઈ

પણ
, ફરવાની જગ્યાઓ કેમ ખૂટી પડી ?
ચાની
કીટલીનું સ્થાન કાફે કોફી ડે લઈ લીધું

પણ
, તે પહોંચની બહાર કેમ થઈ ગઈ ?
મોબાઈલનું
પ્રિ-પીઈડ કાર્ડ હવે પોષ્ટપેઈડ થઈ ગયું

પણ
, કોલની સંખ્યા ઘટીને એસએમએસની સંખ્યા વધી કેમ ગઈ ?


રાત્રે
ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,
એક
નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !
જનરલ
ડબ્બાની મુસાફરીનું સ્થાન હવાઈ મુસાફરીએ લઈ લીધુ

પણ
, એંજોયમેંટ માટેના વેકેશન કેમ ઓછા થઈ ગયા ?
એસેમ્બલ
કરેલા પીસીનું સ્થાન આધૂનિક લેપટોપે લઈ લીધું

પણ
, તેના પર બેસવાનો સમય ઘટી કેમ ગયો ?
કોલેજના
મિત્રોની ટોળીનું સ્થાન ઑફીસના સહ કર્મચારીએ લઈ લીધું

પણ
, શા માટે એકલતા અને તે મિત્રોની ખોટ સાલે છે ?

રાત્રે
ઑફીસમાં બેઠોબેઠો વિચારી રહ્યો છું કે,
એક
નોકરીથી જિંદગીમાં કેવો વળાંક આવી ગયો !

Thursday, April 29, 2010

Wednesday, April 28, 2010